Sunday, May 24, 2020

મારી શાળા મારું મંદિર



ધનોરા પ્રાથમિક શાળા, ગ્રુપ કોયલી, તા.જિ.વડોદરા ૬ શિક્ષકો અને ૧૩૪ વિદ્યાર્થીઓ ધરાવતી મારી શાળા ખુબ જ સુંદર વાતાવરણ અને બાળકોને ખુબ જ મજા પડે તેવી છે. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની મેહનત વડે શાળામાં સુંદર મજાના ફૂલ છોડ નું વાવેતર કરી શાળાને હરિયાળી બનવવાનો પ્રયત્ન કરેલ છે.





















ધનોરા ગામનો પરિચય

ગામ : ધનોરાતા.જી.વડોદરાપીન.નં.:૩૯૧૩૪૬


ધનોરા,વડોદરા શહેરથી ૨૦ કિ.મી દુર વસેલું એક નાનું સરખું સુંદર ગામ છે. ૩૦૦૦ હજાર જેટલી વસ્તી ધરાવે છે. ગામની બાજુમાં વિશ્વની પ્રખ્યાત કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આવેલી છે. ગામ પ્રવેશ દ્વાર પાસે જ ધનેશ્વર મહાદેવનું મંદિર તેમજ બાજુમાં રાધાકૃષ્ણનું સુંદર મદિર તેમજ અન્ય નાના મોટા સુંદર મંદિરો આવેલા છે. ગામમાં પ્રાથમિક આરોગ્ય  કેન્દ્ર તેમજ પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત પણ છે. ગામ પીવાલાયક શુદ્ધ પાણીની  ખુબ જ સરસ સુવિધા છે. 

Monday, May 4, 2020

ધનોરા પ્રાથમિક શાળા

નમસ્તે મિત્રો,

હું રાજેશ રબારી મારા આ બ્લોગ   ધનોરા  પ્રાથમિક શાળા માં  આપનું હાર્દિક સ્વાગત કરું છું.   આ   બ્લોગ  બનાવવાનું મુખ્ય હેતુ એ છે કે મારી શાળામાં ચાલતી બધી જ પ્રવૃત્તિઓનું શાળાના વિદ્યાર્થીઓના માતા-પિતા કે વાલીઓ તેમજ અન્ય વ્યક્તિઓ જાણી શકે. તેથી અહીંયા આ બ્લોગમાં હું મારી શાળાના બાળકો દ્વારા શાળામાં કરવામાં આવતી વિવિધ શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. તે આ બ્લોગના માધ્યમથી બધા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ.

 તમારા  સૂચનો  આવકાર્ય છે.  તેમજ તમે આ બ્લોગ માટે તમારો અભિપ્રાય જરૂરથી આપજો.

 આભાર.

જાણવા જેવું


સાંસ્કૃતિક કાર્યક્રમ


ગણિત વિજ્ઞાન પ્રદર્શન


ધનોરા પ્રાથમિક શાળા


Home