Showing posts with label ગામ. Show all posts
Showing posts with label ગામ. Show all posts

Sunday, May 24, 2020

ધનોરા ગામનો પરિચય

ગામ : ધનોરા તા.જી.વડોદરા પીન.નં.:૩૯૧૩૫૦


ધનોરા,વડોદરા શહેરથી ૨૦ કિ.મી દુર વસેલું એક નાનું સરખું સુંદર ગામ છે. ૩૦૦૦ હજાર જેટલી વસ્તી ધરાવે છે. ગામની બાજુમાં વિશ્વની પ્રખ્યાત કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આવેલી છે. ગામ પ્રવેશ દ્વાર પાસે જ ધનેશ્વર મહાદેવનું મંદિર તેમજ બાજુમાં રાધાકૃષ્ણનું સુંદર મદિર તેમજ અન્ય નાના મોટા સુંદર મંદિરો આવેલા છે. ગામમાં પ્રાથમિક આરોગ્ય  કેન્દ્ર તેમજ પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત પણ છે. ગામ પીવાલાયક શુદ્ધ પાણીની  ખુબ જ સરસ સુવિધા છે.